બેઠક બોલે છેમાં જુઓ સુરેદ્રનગર લોકસભા બેઠક વિશે. સુરેદ્રનગર જિલ્લામાં વિધાનસભાની કુલ 5 બેઠકો આવે છે. જો કે, સુરેદ્રનગર લોકસભા બેઠક બે જિલ્લાઓની વિધાનસભા બેઠકથી રચાય છે. આ લોકસભા બેઠકમાં સુરેદ્રનગર જિલ્લાની 5 અને અમદાવાદ જિલ્લાની 2 વિધાનસભા બેઠકો રચાય છે. આમ સુરેદ્રનગર સંસદીય મતવિસ્તારમાં સુરેદ્રનગર જિલ્લાની દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.આ મતવિસ્તારમાં કુલ 1768 મતદાન કેદ્રો આવેલા છે.