અમદાવાદમાં બેંક એકાઉન્ટ અને ATM કાડૅની માહિતી મેળવીને હેકસૅ દ્વારા ખાતામાંથી પૈસા ઉપાડવાના અનેક કિસ્સાઓ પ્રકાશમા આવ્યા છે. હેકસૅ બેંકના ખાતાને હેક કરીને ઠગાઈ કરે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં હેકસૅની અનેક ફરિયાદો નોંધાઈ છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે બેંક ઠગોથી જાગૃત રહેવાની સલાહ આપે છે.

અમદાવાદ શહેરમા બેંક હેકસૅનો દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે… જુદા-જુદા નંબરથી બેંકના હોલ્ડરોને RBI, ઓડીટ કે અન્ય બેંકમાંથી બોલુ છું..અને બેંક હોલ્ડરને ATMની વેલીડીટી પૂણૅ થઈ ગઈ છે.. સિકયોરીટી અપડેટ કરવાનુ છે.. જેવી અનેક વાતોથી ખાતેદારને ભોળવીને તેમની પાસેથી બેંકનો ખાતા નંબર, પીનનબંર અને ATMની માહિતી મેળવીને બેંકમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે.. અથવા તો બીજા ખાતામાં ટાન્સફર કરી દેતા હોય છે… આ ઉપરાંત ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા હોવાના અનેક કિસ્સાઓની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ છે… આ ઠગ ટોળકી કેવી રીતે ઈન્કવાયરી કરતી હોય છે.