અપમાનનો બદલો લેવો જ પડશે’, અમિત શાહનું આ નિવેદન તેમને ભારે પડયુ છે..ચૂંટણી પંચે શાહ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતા ઉત્તરપ્રદેશમાં તેમને કોઈપણ પ્રકારની સભા કે રોડ શો કરવા પર પ્રતિબંધ મુ~યો છે. ગત પાંચ એપ્રીલે અપાયેલા આ નિવેદન અને સમગ્ર વિવાદ પર નજર કરીએ .

`અપમાનનો બદલો લેવો જ પડશે’, ઉત્તરપ્રદેશના બિજનોરમાં બેઠક દરમિયાન સંબોધનમાં ઉત્તરપ્રદેશ ભાજપના પ્રભારી અમિત શાહે આ વાત કરી હતી. મુ{ફ્ફરનગર રમખાણોનો ઉલ્લેખ કરીને શાહે કહ્યું હતું કે, અપમાન બહુ થયું, હવે આ અપમાનનો બદલો લેવાનો સમય પાકી ગયો છે. અને બદલો લેવા ભાજપને મત આપો…સમર્થકોને સંબોધીત કરતા અમિત શાહે જણાવ્યું કે જો નરેદ્ર મોદી વડાપ્રધાન બનશે તો બીજા જ દિવસે મુલ્લા મુલાયમની સરકાર બરખાસ્ત કરી દેવાશે..