લોકસભાની ચૂંટણી આવે ને જાય.ચૂંટાયેલા નેતાઓ જનપ્રતિનિધિ તરીકે સંસદમાં સ્થાન ભોગવે છે. ચૂંટાયેલા નેતાઓને પગાર ભથ્થાની માંડીને અનેક વિશેષ લાભ મળે છે. સામાન્ય માણસને આજે ચાની કીટલી પર છથી સાત રૂપિયાની અડધી ચા મળે છે. પરંતુ સાંસદોને સંસદમાં માત્ર એક રૂપિયામાં ચા મળે છે. ખાવાપીવાની ચીજ વસ્તુઓ મોંઘી બની ગઈ છે. પરંતુ સંસદભવનની કેન્ટીનમાં વેજીટેબલ થાળી માત્ર સાડા બાર રૂપિયામાં જ મળે છે. સાંસદોને દર મહિને રૂપિયા 50 હજાર પગાર મળે છે. પરંતુ શું સાંસદો તમને જણાવે છે કે તેમને કેવાકેવા વિશેષ લાભો મળે છે.