અમદાવાદના કાળી ગામના 75 જેટલા ગરીબ પરીવારો છેલ્લા ઘણા સમયથી અરજી કરી હોવાછતા રેશનકાર્ડથી વંચીત છે..અંતે રહીશોએ અન્ન અને નાગરીક પુરવઠાની કચેરીએ આવેદન પત્ર આપી રજુઆત કરી છે..

અમદાવાદના કાળી ગામના નટ વસાહતમાં રહેતા 70 થી 75 જેટલા ગરીબ પરીવારો છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડથી વંચીત રહી ગયા છે..આ અંગે તેઓએ અરજી કે જરૂરી કાર્યવાહી કરી હોવાછતાં પણ હજુ તંત્ર દ્વારા આ સમસ્યાનુ સમાધાન લાવી શકયા નથી..જયારે જયારે રહીશોએ તંત્રને રજુઆત કરી છે ત્યારે તેમને કોઇ ને કોઇ બહાના બતાવીને પાછા ધકેલી દેવામાં આવે છે..કયારેક સ્ટાફ ઓછો હોવાનું બહાનું બતાવવામાં આવે છે. તો કયારેક નિરીક્ષક કમીટિ આવ્યા પછી કાર્ડ આપવામાં આવશે એવું કહેવામાં આવે છે. પરંતુ હજી સુધી રહીશો પાસે કોઇ નિરીક્ષક ટુકડી આવી નથી કે નથી મળ્યા તેમને રેશનકાર્ડ.