આમઆદમી પાર્ટીની મહિલા નેતા સાઝિયા ઈલ્મી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં સભા સંબોધવા આવેલી સાઝિયાએ મુસ્લમાનો સેકયુલર બને તેવા વિવાદિત નિવેદનોના મુદ્દે સફાઈ આપી હતી. તેમજ નરેન્દ્ર મોદીને અદાણીના એજન્ટ કહીને ભાજપ પર ટીપ્પણી કરી હતી. આ સમગ્ર વિવાદ બાદ દાણીલીમડા વિસ્તારમા સભા સંબોધવા ગયેલી સાઝિયા સભામાં માત્ર હાજરી આપીને નીકળી જતા કાયૅકરોમા નિરાશા ફેલાઈ હતી.