દેશભરમાં હાલ લોકશાહીના પર્વ સમાન ચૂંટણી ચાલી રહી છે, ત્યારે 30મી એપ્રિલે ગુજરાતમાં તમામ 26 બેઠક પર મતદાન થશે. ત્યારે મતદાન માટે ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
30મી એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાનને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે. રાજ્યની 26 બેઠકો પર 30મી એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે 27,367 વિસ્તારોમાં કુલ 45,380 મતદાન મથકો પર મતદાન થશે…