અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અસામાજિક તત્વોએ અદાવત રાખીને એક વેપારીને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. વેપારીએ આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ વેપારીનો આક્ષેપ છે કે, પોલીસ આ અસામાજિક તત્ત્વોને છાવરી રહી છે.