Modi Rally In Amethi Tomorrow


આખા દેશમાં સભાઓ ગજવનારા મોદી, રાહુલ ગાંધીના મતવિસ્તાર અમેઠીમાં કેમ નથી જતા?કેજરીવાલના આવા વેધક સવાલોનો જવાબ મોદી શાબ્દિક રીતે નહિ પરંતુ અમેઠીમાં સભા સંબોધીત કરીને આપશે..નરેન્દ્ર મોદી 5 મે ના રોજ એટલે કે સોમવારે અમેઠીમાં રેલી કરશે.. આ સમાચારના પગલે અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસમાં વાકબાણોનો મારો ચાલુ થઈ ગયો છે.

Video

Army sought to Jawan missing


હિંમતનગરના પરબડા ગામનો આર્મીમાં ફરજ બજાવતો જવાન ગુમ થયો છે.. દેશની સેવા અર્થે ગયેલો આ જવાન કૌશિકભાઈ અમદાવાદથી ગુમ થતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

દેશની સેવા કરવા ગયેલા જવાનના આ પરિવારજનો પર હાલ દુઃખના ડુંગર તૂટી પડયા છે. પરબડા ગામના 24 વર્ષીય કૌશિકભાઈ ચૌહાણનું પ્રથમ વખત જ પઠાનકોટમાં પોસ્ટીંગ થયું હતું.. આર્મીમાં ફરજ દરમિયાન તે પોતાના વતન પરબડા આવવા નિકળ્યા હતા. જોકે 19 એપ્રિલે પઠાનકોટથી ઘરે આવવા નીકળેલા કૌશિકભાઈ હજુ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.

Video

Assam Violence Modi Responsible Sibbal


હિંસાની રાજનીતિ કરવામાં પાવરધા આપણા દેશના નેતાઓ કેટલી હદ સુધી નીચે ઉતરી શકે છે તેનું તાજુ ઉદાહરણ છે કપિલ સિબ્બલ..સિબ્બલે એવું નિવેદન આપ્યું છે કે જેના પર વિવાદ ન થાય તો જ નવાઈ..સિબ્બલે આસામ હિંસા માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવી વિરોધીઓને એક મુદ્દો પુરો પાડયો છે.

માણસો મરતા હોય તો મરે.નકસલીઓ બેફામ બનતા હોય તો બને..હિંસા થતી હોય તો થાય..અમે તો રાજનીતિ કરીશું કરીશું અને કરીશું…કંઈક આવી જ માનસિકતા આપણા દેશના નેતાઓની થઈ ગઈ છે.જ્ઞાતિ,જાતિ,ધર્મ અને પ્રાદેશિકતાની રાજનીતિ કરનારા નેતાઓ એટલી હદે કઠોર હ્રદયના થઈ ગયા છે કે હવે તેમની સુધરવાની શકયતા નહિવત બની ગઈ છે.આસામના બકસા અને કોકરાઝર જિલ્લામાં ઉગ્રવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 32 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા…ઘણા લોકોને ઘાયલ કર્યા..તો કેટલાય ઘર સળગાવી દીધા..

Video

100 years of Hindu orphanage


ખેડાના નડિયાદ ખાતે આવેલ હિન્દુ અનાથ આશ્રમ 100 વર્ષ કરતા પણ વધુ સમયથી નિરાધાર બાળકોને સહારો આપે છે.. અનાથ બાળકોની સારસંભાળ, શિક્ષણ, સામાજીક તાલીમ, પર્સનાલીટી ડેવલોપમેન્ટથી માંડી તેમના લગ્નની સંપૂર્ણ જવાબદારી આ આશ્રમના સંચાલકો પૂર્ણ કરે છે.. આવી જ એક અનાથ યુવતીના લગ્ન ધામધૂમથી યોજાયા.આ નવવધૂનું કન્યાદાન કરી રહેતા આ દંપતિ તેના માતાપિતા નથી. આ તો નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની એક અનાથ યુવતીના લગ્ન થઈ રહ્યા છે. આ આશ્રમમાં છેલ્લા આઠ વર્ષથી રહેતી ગાયત્રી સોલંકીને આશ્રમનાં વ્યવસ્થાપકોએ તેની જ જ્ઞાતિનો મૂરતિયો શોધીને ધામધૂમથી તેના લગ્ન લીધા.

Video

Modi Is The Fad And What Is Not?


આમ તો ભારતનું હવામાન વિભાગ ખરા સમયે આગાહી કરવામાં નિષ્ફળ જતું હોય છે. પરંતુ રાજનીતિની આગાહીમાં મીડિયા સફળ બનવાની હોડમાં છે. એટલે જ લાગે છે કે, સમાચાર માધ્યમોએ મોદીને સ્વર્ગમાંથી ઉતરેલા દેવદૂત માની લીધા છે. મીડિયાએ ચૂંટણી પરિણામ પહેલા જ મોદીને વડા પ્રધાન બનાવી દીધા છે. નવાઈની વાત તો એ છે કે, આ એ જ મીડિયા છે, જેણે વર્ષો પહેલા મોદીને રાક્ષસ ગણાવ્યા હતા.

Video

Multi-Million Dollar Election Spending


ત્રીસ હજાર કરોડ રૂપિયા કેટલું મહત્વ ધરાવે છે તે જો દેશના 90 ટકા લોકોને પૂછવામાં આવેતો તે દાંત વચ્ચે આંગળીઓ દબાવી દેશે. પરંતુ બાકી વધેલા 10 ટકા લોકો જેમાં ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓનો મોટો વર્ગ શામેલ છે .તેમના માટે આ રકમ કંઇ ખાસ મહત્વ નથી ધરાવતી. કારણ કે આ રકમ કરતા પણ વધુનો ખર્ચ વિવિધ પાર્ટીઓના ઉમેદવારો પોતાના પ્રચાર પાછળ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે.

Video

Modi Ahmed Patel Denied Claims


નરેન્દ્ર મોદીના એ તમામ દાવાઓને કોંગ્રેસના નેતા અહમદ પટેલે નકારી કાઢયા છે.જેમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે કહ્યું હતું કે અહમદ તેમના સારા મિત્ર હતા.અને હવે તેઓ ફોન પણ નથી ઉપાડતાં.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ દૂરદર્શનને આપેલા ઈન્ટરવ્યૂને લઈને આજકાલ વિવાદ ચાલી રહ્યો છે. આ જ વિવાદમાં આજે વધુ એક મુદ્દો ઉમેરાયો છે.ઈન્ટરવ્યૂમાં મોદીએ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ વિશે કહ્યું હતું કે એક સમયે અહમદ તેમના સારા મિત્ર હતા, પરંતુ હવે તેઓ ફોન પણ નથી ઉપાડતાં.મોદીના આ તમામ દાવાઓને અહમદ પટેલે નકારી કાઢતાં કહ્યું કે જ્યારે મે મોદીનું નિવેદન સાંભળ્યું તો, મને હસવું આવવા લાગ્યું.તેમણે કહુયું કે જો મોદીના નિવેદનમાં જરા પણ હકિકત હોય તો હું સાર્વજનિક જીવન છોડવા તૈયાર છું.

Video

Can cause bone bank


હિંદુ માન્યતા મુજબ માણસના મૃત્યું બાદ અસ્થિ વિસર્જન જરૂરી હોય છે, પરંતુ ઘણી વખત કોઈ પરિવાર પાસે અસ્થિ વિસર્જન માટે પૈસા હોતા નથી, તો ઘણી વખત કોઈ પરિવારને સમયનો અભાવ હોય છે. ત્યારે તલોદ તાલુકાના પુસરી ગામના નરેન્દ્રભાઈ અસ્થિ બેંક ઊભી કરી, સેવાની ભેખ ધરી છે.
સાબરકાંઠાના તલોદ તાલુકાના પુસરી ગામના આ છે નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ છેલ્લાં છ વર્ષથી સેવાનું કાર્ય કરે છે. અને સમાજના અમીર કે ગરીબ પરિવારમાં કોઈનું પણ મૃત્યું થયું હોય તે બાદ અસ્થિ વિસર્જનનું કાર્ય કરે છે અને તે પણ નઃશુલ્ક. અસ્થિ વિસર્જન માટે નરેન્દ્રભાઈ વર્ષમાં એકવખત હરીદ્વાર જઈ વિધિવત રીતે અસ્થિ વિસર્જનનું કાર્ય કરે છે. છ વર્ષ પહેલાં નરેન્દ્રભાઈના માતા દેવલોક પામ્યા હતા, ત્યારે અસ્થિ વિસર્જન માટે તેઓ હરીદ્વાર ગયા હતા, ત્યારે તેમની સાથે અન્ય 7 અસ્થિ કળશ લઈ ગયા હતા. બસ ત્યારથી તેઓએ સંકલ્પ લીધો અને આજદિન સુધી જે પરિવારને કોઈ સમસ્યા હોય, તેવા પરિવારોની વહારે આવી તેઓ તેમનનાં સ્વજનોના અસ્થિઓનું વિસર્જન કરી, સેવાનું કામ કરે છે.

આ સમુહમા અસ્થિ વિસર્જન માટે સાબરકાંઠા જિલ્લા ઉપરાંત, ગાંધીનગરથી પણ લોકો આવે છે. આ સેવામાં પ્રાંતીજ તાલુકાના આગેવાનો પણ જોડાયા છે. નરેન્દ્રભાઇ અસ્થિ વિસર્જન માટે હરીદ્વાર જતાં પહેલાં મૃતકના સ્વજનને એકવખત ટપાલ લખે છે અને પરત ફર્યા બાદ દરેકને મૃતકના સ્વજનને વિધિના ફોટોગ્રાફસ અને ગંગાજળ પ્રસાદ રૂપે રૂબરૂ જઈને આપે છે.

Video

Tv9 Exclusive – Gujarat Marine Security seeks government grants to buy diesel


In Ahmedabad , Gujarat Marine Security seeking government grants to buy diesel for patrolling to reduce any unwanted incidents. Watch the exclusive report by Tv9 Gujarati which disclosed the irresponsibility of government.

Video

Rs.140 crore seized during Andhra polls – Tv9 Gujarati


A whopping Rs.140 crore in unaccounted cash has been seized during the ongoing assembly and Lok Sabha elections in Andhra Pradesh.

Video

Previous Older Entries

Blog Stats

  • 517,425 hits
%d bloggers like this: