Advertisements

Can cause bone bank


હિંદુ માન્યતા મુજબ માણસના મૃત્યું બાદ અસ્થિ વિસર્જન જરૂરી હોય છે, પરંતુ ઘણી વખત કોઈ પરિવાર પાસે અસ્થિ વિસર્જન માટે પૈસા હોતા નથી, તો ઘણી વખત કોઈ પરિવારને સમયનો અભાવ હોય છે. ત્યારે તલોદ તાલુકાના પુસરી ગામના નરેન્દ્રભાઈ અસ્થિ બેંક ઊભી કરી, સેવાની ભેખ ધરી છે.
સાબરકાંઠાના તલોદ તાલુકાના પુસરી ગામના આ છે નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ છેલ્લાં છ વર્ષથી સેવાનું કાર્ય કરે છે. અને સમાજના અમીર કે ગરીબ પરિવારમાં કોઈનું પણ મૃત્યું થયું હોય તે બાદ અસ્થિ વિસર્જનનું કાર્ય કરે છે અને તે પણ નઃશુલ્ક. અસ્થિ વિસર્જન માટે નરેન્દ્રભાઈ વર્ષમાં એકવખત હરીદ્વાર જઈ વિધિવત રીતે અસ્થિ વિસર્જનનું કાર્ય કરે છે. છ વર્ષ પહેલાં નરેન્દ્રભાઈના માતા દેવલોક પામ્યા હતા, ત્યારે અસ્થિ વિસર્જન માટે તેઓ હરીદ્વાર ગયા હતા, ત્યારે તેમની સાથે અન્ય 7 અસ્થિ કળશ લઈ ગયા હતા. બસ ત્યારથી તેઓએ સંકલ્પ લીધો અને આજદિન સુધી જે પરિવારને કોઈ સમસ્યા હોય, તેવા પરિવારોની વહારે આવી તેઓ તેમનનાં સ્વજનોના અસ્થિઓનું વિસર્જન કરી, સેવાનું કામ કરે છે.

આ સમુહમા અસ્થિ વિસર્જન માટે સાબરકાંઠા જિલ્લા ઉપરાંત, ગાંધીનગરથી પણ લોકો આવે છે. આ સેવામાં પ્રાંતીજ તાલુકાના આગેવાનો પણ જોડાયા છે. નરેન્દ્રભાઇ અસ્થિ વિસર્જન માટે હરીદ્વાર જતાં પહેલાં મૃતકના સ્વજનને એકવખત ટપાલ લખે છે અને પરત ફર્યા બાદ દરેકને મૃતકના સ્વજનને વિધિના ફોટોગ્રાફસ અને ગંગાજળ પ્રસાદ રૂપે રૂબરૂ જઈને આપે છે.

Advertisements

Video

Comments are closed.

Blog Stats

  • 513,792 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: