RAHUL GANDHI’S STRIKE ON MODI


ચોરી તો ચોકીદાર પણ કરે છે. આવા શબ્દોના માધ્યમથી કોંગેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદીને નિશાને લીધા..અંતિમ તબક્કાના મતદાન માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધીએ ગુજરાતના વિકાસ મોડલના દાવાની પોલ ખોલવાનો દાવો પણ કર્યો.

Video

DAUGHTER EXTORT MOTHER’S HOME, AHMEDABAD


અમદાવાદમા પાલડી વિસ્તારમા એક દિકરીએ તેની વૃધ્ધ માને ઘરની બહાર કાઢી મુકી હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. વૃધ્ધ માને દિકરીના ત્રાસથી આપઘાતનો પણ પ્રયાસ કયો. પરંતુ અંતે હવે તેમને ઘરડા ઘરમા રહેવાનો સમય આવ્યો છે.

Video

The good news for students seeking admission to B.Com


બીકોમમાં પ્રવેશ મેળવવા ઈચ્છિતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વખત બી.કોમમાં સેન્ટ્રલાઈઝ એડમિશન પ્રક્રિયા હાથ ધરશે. પ્રાયોગિક ધોરણે અમદાવાદ શહેરની 48 કોમર્સ કોલેજોમાં આ પધ્ધતિથી યુનિવર્સિટી એડમિશન આપશે. એડમિશનમાં ટ્રાન્સફરન્ટ સિસ્ટમ લાવવા અને વિદ્યાર્થીઓને થતું હેરેસમેન્ટ અટકાવવા યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.

Video

HUSBAND AND MOTHER IN LAW’S MENTAL TORTURE DUE TO BABY BIRTH, SABARKANTHA


બેટી બચાવોનું સુત્ર સાંભળવામાં સારૂ લાગે છે. પરંતુ તેનો વાસ્તિવક અમલ થઇ શકે તેવી માનસિકતા આજે પણ આપણા સમાજમાં કેળવાઇ નથી. વાત કરીએ એવી એક પરિણિતાની જેને દિકરીનો જન્મ આપવાના ગુનાની સજા ભોગવવી પડી રહી છે.

Video

ISSUE IN RAJKOT JAIL


રાજકોટમાં કેદીઓ સાથે 90 ટકા જેલનો સ્ટાફ પણ મળેલો છે..આવો સનસનીખેજ ખુલાસો ખુદ જેલર દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટની જેલ જાણે કેદીઓ માટે મહેલ સમાન બની હોય તેવા બનાવો છેલ્લા છ મહીનાથી પ્રકાશમા આવી રહ્યા છે..જેલમાંથી ફરી એક ભુ માફીયો નશાની હાલતમાં છરી સાથે ઝડપાયો છે.

Video

GUJARAT’S MANGO IN OVERSEAS EXPORT BAN, NAVSARI


ફળોના રાજા કેરીની મૌસમ આવી છે ત્યારે ગુજરાતી કેરીઓને વિદેશોમા નિકાસ પર પ્રતિબંધનુ ગ્રહણ લાગ્યુ છે. કેરીના નિકાસ દ્વારા 200 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરતા નવસારી જિલ્લાના સહકારી અને ખાનગી ધોરણે નિકાસ કરતા એકમો પર ખોટના કુવામા ગરકાવ થવાની સ્થિતિમા આવી ગયા છે.

Video

70 FARMERS INVESTIGATION BY CBI OFFICERS IN KUNJRAV, ANAND


આણંદના કુંજરાવ ગામે સીબીઆઈના અધિકારીઓ દ્વારા 70 ખેડુતોની તપાસ હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આણંદ જીલ્લાના લગભગ 70 જેટલા ખેડુતોના જમીનના ખોટા દસ્તાવેજો રજૂ કરી, કરોડો રૂપિયાની લોન લઈ ચીટીંગ કરાયાની બાબત બહાર આવી છે. જેને પગલે સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. જો કે સીબીઆઈના અધિકારીઓએ મીડીયા સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો હતો.

Video

Bhavnagar market yard is a new name added to the auction


ભાવનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં એક નવુ નામ ઉમેરાયું છે. યાર્ડમાં ચીકુ, કેરી પછી હવે દાડમની હરાજી શરૂ કરાઈ છે. જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મહત્વનુ છે કે, ભાવનગર યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દાડમની હરાજી શરૂ કરાઈ છે.

Video

Kesar mango auction IN Talala Market Yard


ફળોનો રાજા કેરી. અને કેરીનો રાજા કેસર…સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય તેવી તાલાળાની પ્રખ્યાત કેસર કેરીની આજથી હરાજી શરૂ થશે. અત્યાર સુધી સુમસામ ભાસતું તલાળાનું મેંગો માર્કેટ હવે ધમધમતુ થતા લોકોને પણ કેસરનો સ્વાદ ચાખવો થોડો સસ્તો થશે. બપોરે 2ના ટકોરે તાલાળા મેન્ગો માકેર્ટમાં કેસર કેરીના બોકસની આ વર્ષની પહેલી બોલી બોલાશે.

Video

Suspicious death of two persons in Ahmedabad


અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જવાહર ચોક ખાતે રહેતા 2 વ્યક્તિના શંકાસ્પદ મોતથી સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલમાં આ બંને મૃતકોના શરીરમાંથી ઝેરી પદાર્થ મળી આવ્યો છે. દારૂ પીને ઘરે આવેલા આ બંને શખ્સોના મોત લઠ્ઠાના કારણે થયા હોવાનો તેમના પરિવારજનોનો આક્ષેપ છે. જો કે, ક્રાઈમબ્રાંચના ડીસીપીનું કહેવું છે કે, આ સમગ્ર મામલો લઠ્ઠાકાંડ છે કે નહીં તે ફાઈનલ રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

Video

Previous Older Entries

Blog Stats

  • 517,425 hits
%d bloggers like this: