આણંદના કુંજરાવ ગામે સીબીઆઈના અધિકારીઓ દ્વારા 70 ખેડુતોની તપાસ હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આણંદ જીલ્લાના લગભગ 70 જેટલા ખેડુતોના જમીનના ખોટા દસ્તાવેજો રજૂ કરી, કરોડો રૂપિયાની લોન લઈ ચીટીંગ કરાયાની બાબત બહાર આવી છે. જેને પગલે સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. જો કે સીબીઆઈના અધિકારીઓએ મીડીયા સાથે વાતચીત કરવાનો ઈન્કાર કર્યો હતો.