ફળોના રાજા કેરીની મૌસમ આવી છે ત્યારે ગુજરાતી કેરીઓને વિદેશોમા નિકાસ પર પ્રતિબંધનુ ગ્રહણ લાગ્યુ છે. કેરીના નિકાસ દ્વારા 200 કરોડથી વધુનુ ટર્ન ઓવર કરતા નવસારી જિલ્લાના સહકારી અને ખાનગી ધોરણે નિકાસ કરતા એકમો પર ખોટના કુવામા ગરકાવ થવાની સ્થિતિમા આવી ગયા છે.