ફળોનો રાજા કેરી. અને કેરીનો રાજા કેસર…સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય તેવી તાલાળાની પ્રખ્યાત કેસર કેરીની આજથી હરાજી શરૂ થશે. અત્યાર સુધી સુમસામ ભાસતું તલાળાનું મેંગો માર્કેટ હવે ધમધમતુ થતા લોકોને પણ કેસરનો સ્વાદ ચાખવો થોડો સસ્તો થશે. બપોરે 2ના ટકોરે તાલાળા મેન્ગો માકેર્ટમાં કેસર કેરીના બોકસની આ વર્ષની પહેલી બોલી બોલાશે.