ઉત્તરપ્રદેશના ફૈઝાબાદની ચૂંટણી સભાના મંચ પર ભગવાન રામ અને રામ મંદિરની તસવીરો લગાવવા મામલે મોદી સંકટમાં આવી શકે છે. કોંગ્રેસે આચાર સંહિતાનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ કર્યા બાદ ચૂંટણી પંચે પણ આખા મામલામાં રિપોર્ટ માગ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણીમાં ફાયદા માટે ભાજપ રામ નામનો ઉપયોગ કરી રહી છે.