અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જવાહર ચોક ખાતે રહેતા 2 વ્યક્તિના શંકાસ્પદ મોતથી સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલમાં આ બંને મૃતકોના શરીરમાંથી ઝેરી પદાર્થ મળી આવ્યો છે. દારૂ પીને ઘરે આવેલા આ બંને શખ્સોના મોત લઠ્ઠાના કારણે થયા હોવાનો તેમના પરિવારજનોનો આક્ષેપ છે. જો કે, ક્રાઈમબ્રાંચના ડીસીપીનું કહેવું છે કે, આ સમગ્ર મામલો લઠ્ઠાકાંડ છે કે નહીં તે ફાઈનલ રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.