બીકોમમાં પ્રવેશ મેળવવા ઈચ્છિતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વખત બી.કોમમાં સેન્ટ્રલાઈઝ એડમિશન પ્રક્રિયા હાથ ધરશે. પ્રાયોગિક ધોરણે અમદાવાદ શહેરની 48 કોમર્સ કોલેજોમાં આ પધ્ધતિથી યુનિવર્સિટી એડમિશન આપશે. એડમિશનમાં ટ્રાન્સફરન્ટ સિસ્ટમ લાવવા અને વિદ્યાર્થીઓને થતું હેરેસમેન્ટ અટકાવવા યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.