જામનગરમાં ટ્રેન ઉથવાવી દઈને મોટી દુર્ઘટના સર્જવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. કાનાલુસ રેલવે જંકશન પાસે રેલવેના પાટા પર કેટલાક શખ્સો ટ્રેનને ઉથલાવી જેવા સુવ્યવસ્થિત રીતે લોખંડના ક્લેમ્પ લગાવીને નાસી છૂટયા હતા. મહત્ત્વની વાત તો એ છે કે, આ ક્લેમ્પ લગાવ્યા હોવાની જાણ 28 એપ્રિલે થઈ. અને દસ દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ.