કચ્છમાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પાયે છે. કચ્છની કેરીની વિદેશમાં પણ મોટા પાયે માગ છે. પરંતુ આ વખતે કચ્છના ખેડૂત વિદેશમાં કેસર કેરીની નિકાસ નહીં કરી શકે. કચ્છની કેરી યુરોપના દેશોમાં જતી. પણ ત્યાં ભારતની કેરીની આયાત પર પ્રતિબંધ મૂકાયો છે. જેનાથી કચ્છના ખેડૂતોને લગભગ સો કરોડ રૂપિયાનો ફટકો પડશે. આ વખતે કચ્છમાં કેરીના વધુ ઉત્પાદનથી ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ પ્રતિબંધથી ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો સમય આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.