નડિયાદના ન્યુ નડિયાદ તરીકે ઓળખાતા પશ્ચિમ વિસ્તારના બહુચરાજી નગરનાં રહેવાસીઓમાં ડ્રેનેજની સમસ્યા ઉભી થઈ છે. આ સમસ્યાને કારણે અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ રહી છે. અહીંના રહેવાસીઓએ તંત્ર સમક્ષ અનેકવાર ફરિયાદ કર્યા છતાય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.