Banaras has become a political arena


ભારતીય રાજનીતિના ઈતિહાસમાં પહેલી વખત કોઈ એક સીટ માટે પ્રતિષ્ઠાની જંગ લડાઈ રહી છે. આ સીટ છે બનારસ…જ્યારથી નરેન્દ્ર મોદીએ બનારસથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યારથી જ હિંદુઓની આસ્થાનું પ્રતિક ગણાતું બનારસ રાજકીય અખાડો બની ગયું છે. મોદી આ સીટ પર ઐતિહાસિક જીત મેળવી વડા પ્રધાન પદ સુધી પહોંચવાના પ્રયાસમાં છે.તો કેજરીવાલ અને કોંગ્રેસ પણ હાર સ્વીકારવા તૈયાર નથી. અને જે પાર્ટી બનારસમાં ક્યાંય ચિંત્રમાં નથી તે સમાજાવાદી પાર્ટીએ પણ છેલ્લી ઘડીએ પોતાની હાજરી પુરાવી રણસંગ્રામને રાતુંચોળ કરી નાખ્યું છે.

Video

Varanasi will elect Modi by a huge margin: Rajnath Singh


મોદી કાશીની બેઠક પરથી જ સાંસદ રહેશે. અને જીત્યા બાદ વડોદરાની બેઠક ખાલી કરશે તેવો કાશીના મુંઝાયેલા મતદારો સામે ભાજપે મમરો મુક્યો છે. પરોક્ષ રીતે ભાજપના અધ્યક્ષ રાજનાથશસહે મોદી તરફી કાશીના મતદારોનો વિશ્વાસ પાક્કો કરવા આ પ્રકારના સંકેતો આપી દીધા છે.

Video

Valsad IS IN Guiness Book of World Records


આફૂસ કેરી માટે જાણીતા વલસાડે હવે ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે.એક જ સ્થળે અને એક હેતુ સર લખાયેલ પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ વલસાડ શહેરે બનાવ્યો છે. વલસાડના બી.ડી.સી.એ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે જિલ્લાના 17 હજાર લોકો એક સાથે 17 હજાર 599 પોસ્ટકાર્ડ લખી અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

Video

heavy losses to farmers due to storm in Sabarkantha


ગઈ કાલે ફુંકાયેલા ભારે પવનને કારણે સાબરકાંઠામાંના ખેડુતોને ભારે નુક્સાન વેઠવાવો વારો આવ્યો છે. હિંમતનગરના રૂપાલ કંપામાં 60થી 70 લાખની પપૈયાની ખેતી પર પાણી ફરી વળ્યુ છે.

Video

RAPE ON DALIT TEENAGE, JUNAGADH


જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે દલિત તરૂણી પર બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવી છે. 14 વર્ષની તરૂણીને તેના પડોશમાં રહેતા યુવાને તેની બહેનને મહેંદી મુકાવી દેવાના બહાને ઘરે બોલાવી હતી. અને ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

Video

RENOVATED SOMNATH TEMPLE AFTER VISITING THE SARADAR PATEL


પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું મંદિર અનેક વખત ધરાશાયી થયા બાદ સદીઓ સુધી ખંડીત રહયું હતું. પરંતુ ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સોમનાથ મુલાકાત બાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો.તેમણે સંકલ્પ કર્યો હતો કે હીન્દુઓની આસ્થાના કેદ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર ને ફરીથી તેજ સ્થિતિમાં નિર્માણ કરાવીશ.

Video

fireworks dealers to order the book for 16th may, election result –


લોકસભાની ચૂંટણીઓ માટે હવે અંતિમ તબક્કાનું જ મતદાન બાકી છે. અને હવે પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે જે-તે પાર્ટીઓના ઉમેદવારોની જીતને વધાવી લેવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ફટાકડા બજારમાં વિવિધ ફટાકડાનું અત્યારથી જ બુકિંગ થઈ ગયું છે. આ વખતે ફટાકડાની દુકાનોમાં નરેન્દ્ર મોદી અને કમળના ચિન્હ સાથેના ફટાકડા જોવા મળી રહ્યા છે.

Video

Delivering books to needy persons Receiving to donate books


આજના આધુનિક યુગમાં લોકો વાંચનથી વિમુખ થઇ રહ્યાં છે. લોકોમાં વાંચનનો રસ કેળવાય તેવા આશયથી મોડાસાની સરસ્વતી માતૃભાષા સંસ્થા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં સંસ્થા દ્વારા ઘેરઘેર જઇને પુસ્તકોનું દાન મેળવી જરૂરીયાત મંદ લોકોને પુસ્તકો પહોંચાડવાનું કાર્ય કરાય છે.

Video

LETTER OF COMPLAINT TO ELECTION OFFICIAL BY BARODA CONGRESS


લોકસભાની ચૂંટણી સમયે વડોદરા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી 18 ફરિયાદો પૈકી 14 ફરિયાદનો ચૂંટણી તંત્ર તરફથી કોઈ જવાબ જ અપાયો નથી, જેને લઈને વડોદરા કોંગ્રેસે ચૂંટણી અધિકારીને પત્ર લખીને ફરિયાદ કરી છે. ચૂંટણી તંત્ર દ્વારા કેમ જવાબ ન આપવામાં આવ્યા તે બાબતે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.

Video

TWO CHILDREN THREW IN WELL BY MOTHER, JAMNAGAR


જનેતા એક એવો શબ્દ છેકે જેના પર સંતાનો સૌથી વધારે ભરોસો કરે છે. પરંતુ કળીયુગમાં એવી માતાઓ પણ છેકે જે તેમના સંતાનોનું કાસળ કાઢતા પળવારનો પણ વિચાર કરતી નથી. આવો જ એક કિસ્સો મધર્સ ડેની પૂર્વસંધ્યાએ જામનગરનાં બાધલા ગામે બન્યો છે.પ્રેમમાં અંધમાતાએ પ્રેમી સાથે મળી બે સંતાનોને કુવામાં ફેંકી દીધા.

Video

Previous Older Entries

Blog Stats

  • 517,425 hits
%d bloggers like this: