ભારતીય રાજનીતિના ઈતિહાસમાં પહેલી વખત કોઈ એક સીટ માટે પ્રતિષ્ઠાની જંગ લડાઈ રહી છે. આ સીટ છે બનારસ…જ્યારથી નરેન્દ્ર મોદીએ બનારસથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, ત્યારથી જ હિંદુઓની આસ્થાનું પ્રતિક ગણાતું બનારસ રાજકીય અખાડો બની ગયું છે. મોદી આ સીટ પર ઐતિહાસિક જીત મેળવી વડા પ્રધાન પદ સુધી પહોંચવાના પ્રયાસમાં છે.તો કેજરીવાલ અને કોંગ્રેસ પણ હાર સ્વીકારવા તૈયાર નથી. અને જે પાર્ટી બનારસમાં ક્યાંય ચિંત્રમાં નથી તે સમાજાવાદી પાર્ટીએ પણ છેલ્લી ઘડીએ પોતાની હાજરી પુરાવી રણસંગ્રામને રાતુંચોળ કરી નાખ્યું છે.