આજના આધુનિક યુગમાં લોકો વાંચનથી વિમુખ થઇ રહ્યાં છે. લોકોમાં વાંચનનો રસ કેળવાય તેવા આશયથી મોડાસાની સરસ્વતી માતૃભાષા સંસ્થા દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં સંસ્થા દ્વારા ઘેરઘેર જઇને પુસ્તકોનું દાન મેળવી જરૂરીયાત મંદ લોકોને પુસ્તકો પહોંચાડવાનું કાર્ય કરાય છે.