લોકસભાની ચૂંટણીઓ માટે હવે અંતિમ તબક્કાનું જ મતદાન બાકી છે. અને હવે પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે જે-તે પાર્ટીઓના ઉમેદવારોની જીતને વધાવી લેવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ફટાકડા બજારમાં વિવિધ ફટાકડાનું અત્યારથી જ બુકિંગ થઈ ગયું છે. આ વખતે ફટાકડાની દુકાનોમાં નરેન્દ્ર મોદી અને કમળના ચિન્હ સાથેના ફટાકડા જોવા મળી રહ્યા છે.