પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું મંદિર અનેક વખત ધરાશાયી થયા બાદ સદીઓ સુધી ખંડીત રહયું હતું. પરંતુ ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સોમનાથ મુલાકાત બાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો.તેમણે સંકલ્પ કર્યો હતો કે હીન્દુઓની આસ્થાના કેદ્ર એવા સોમનાથ મહાદેવ મંદિર ને ફરીથી તેજ સ્થિતિમાં નિર્માણ કરાવીશ.