આફૂસ કેરી માટે જાણીતા વલસાડે હવે ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે.એક જ સ્થળે અને એક હેતુ સર લખાયેલ પોસ્ટકાર્ડનો વર્લ્ડ રેકોર્ડ વલસાડ શહેરે બનાવ્યો છે. વલસાડના બી.ડી.સી.એ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે જિલ્લાના 17 હજાર લોકો એક સાથે 17 હજાર 599 પોસ્ટકાર્ડ લખી અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.