સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક મહિનામાં બે વખત પેપર ફુટવાની ઘટના બની છે. આ મામલે પોલીસ તપાસ થતાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ પેપર ફોડવામાં પરીક્ષા લેતી કંપની માઈન્ડ લોજીકના જ બે કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યુ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માઈન્ડ લોજીક કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે અને કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની પણ કામગીર હાથ ધરાઈ રહી છે.