જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં ખનીજ માફિયાઓ બેરોકટોક બન્યા છે. કરોડોની કિંમતના કોસ્ટલ ખનીજનો ગેરકાયદે કારોબાર ચાલી રહ્યો છે. ચાર મહિના પહેલા વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે ભૂમાફિયા સચેત થઈ ગયા હતા. અને મહિના સુધી ખનન પ્રક્રિયા બંધ કરી દીધી હતી. પરંતુ ખાણખનીજ વિભાગના અધિકારીઓએ કોઈ પગલા લીધા ન હતા. આ અધિકારીઓના આશીર્વાદથી ફરીથી ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે.