સંઘપ્રદેશ દમણમાં હાલ પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે. જમીનમાં પાણીના સ્તર ધીરે ધીરે ઉંડા ઉતરી રહ્યાં છે, ત્યારે દરિયા કિનારે આવેલ દમણના કુવા અને જમીનના પાણીના સ્તર ઉપર લાવવા અહીંના તળાવ રીચાર્જ કરવા જરૂરી બન્યાં છે. દમણના દમણ વાડામાં આવેલ 4 તળાવનો વિકાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યાં છે.