આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજયની નિરાશામાં બહાર નથી આવ્યાં ત્યાં વળી પક્ષને વધુ એક મોટો ઝટકોઆપ્યો છે આપની સ્થાપક સભ્ય શાઝિયા ઈલ્મીએ. શઝિયા એવો ઝટકો આપીને પાર્ટી છોડી ગઈ છે કે તેનું નુકસાન ભરપાઈ કયારે થશે તે અંગે અંદાજ લગાવવો અશકય બની ગયો છે.