મહેસાણામાં આવેલા યાત્રાધામ બહુચરાજી મંદિરનો તો વિકાસ થયો. પરંતુ અહીં પહોંચવા કે અહીંથી જવા માટે એસ.ટી.બસોની સુવિધા જેઈએ તેવી નથી. થઈ. જેને કારણે પ્રવાસીઓમાં આસંતોષ જોવા મળી રહ્યો છે. એસ.ટી. તંત્ર એટલે પ્રાથમિક અસુવિધા વાળુ તંત્ર. આમ દરેકનું કહવું છે. આવું છે યાત્રાધામ બહુચરાજીનું એસ.ટી.સ્ટેશન..મોટા યાત્રાધામ તરીકે જાણીતા બહુચરાજીનું અહીં મોટું મંદિર આવેલું છે. અને તેથી અહીં દરરોજ ભકતોનો ધસારો રહેતો હોય છે. તેમાંય રવિવાર, પૂનમ કે તહેવારોના દિવસોમાં ભારે ભીડ રહેતી હોય છે. પરંતુ અહીં પહોંચવા માટે જે લોકોને એસ.ટી. બસનો સહારો છે તેવા મુસાફરોને ભારે હાલાકી પડે છે. અહીં બસોના સમયસર સંચાલનનો અભાવ છે. એસ.ટી. સ્ટેશન નવું તો બનાવાયું છે. પરંત સુવિધાઓનો અભાવ છે.