ભાવનગર શહેરમાં આવેલી સવાસો વર્ષ પહેલા રાજાશાહી સમયમાં બનાવાયેલી કોર્ટ હવે નાની પડી રહી છે. અને કેસોનું પણ ભારણ વધી રહ્યું છે. ત્યારે અહીં અતિઆધૂનિક અને બહુમળી બિલ્ડીંગ વાળી કોર્ટ બનાવવા વકીલ મંડળમાં માગ ઊઠી છે.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સંકુલ રાજાશાહી સમયની યાદ અપાવે છે. સવાસો વર્ષ પહેલા આ ઈમારત બંધાઈ હતી. હેરિટેજ જેવા આ સંકુલમાં અનેક આરોપીઓને સજા સંભળાવાઈ છે. તો અનેક લોકોને ન્યાય પણ મળ્યો છે. પરંતુ કેસોનું ભારણ ઘટતું નથી. અહીં અંદાજે 750 વકીલો પ્રેક્ટીસ કરે છે. અને દરરોજ 1,200થી વધુ કેસ ચાલે છે. ત્યારે હવે આ ન્યાયમંદિર નાનું પડવા લાગ્યું છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના જજ ભાવનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે વકીલ મંડળે તેમની સમક્ષ બહુમાળી ઈમારતવાળી કોર્ટ બનાવવા માગ કરી હતી.