ભરૂચના વ્હોરાવાડ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી પડી ગયેલ કોટની દીવાલનુ કોઈ સમારકામ કરવામાં આવતુ નથી. આ મામલે સ્થાનિક લોકોએ કલેક્ટરને અરજી કરી હોવા છતા પણ આ દીવાલનુ કોઈ રિપેરીંગ કામ શરૂ થયુ નથી. જેના કારણે વ્હોરાવાડ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
પહેલાના વર્ષોમાં શહેરના લોકોના રક્ષણ માટે કોટ બનાવવામાં આવતા હતા. પરંતુ એ જ કોટની દિવાલો આજે ભરૂચના વ્હોરા વાડ વિસ્તારમાં ભયનુ કારણ બની ગઈ છે. આ વિસ્તારમાં ગત ચોમાસામાં કોટની દીવાલ તૂટી ગઈ હતી..જો કે તંત્ર દ્વારા નવી દીવાલ બનાવવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર કામ અધુરુ છોડીને જતો રહેતા બાકીની દીવાલનુ બનાવવાનુ કામ ખોરંભે ચડયુ હતુ. અડધી બનેલી દિવાલ પણ તુટી પડતા હવે આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.