સોનું છે સદા માટે…ગુજરાતીઓનો સોના પ્રત્યેનો પ્રેમ જગ જાહેર છે. પરંતુ કેટલાક વર્ષોથી સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. જેનાથી લોકો સોનું ખરીદી શકતા ન હતા. પરંતુ છેલ્લા બે દિવસથી સોનામાં 1500થી વધુ ઘટાડો આવ્યો છે..અને હજુ પણ સોનામાં ઘટાડો આવે તેવી શકયતા છે.
કેન્દ્રમાં મોદીની આગેવાની હેઠળ સ્પષ્ટ બહુમતિવાળી સરકાર આવતા જ. તેની અસર જોવા મળી રહી છે.ભારતીય માર્કેટમાં હાલ ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. તો આ તરફ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.જે રીતે RBIએ સોનાની આયાતના નિયમો હળવા કર્યા છે. તેનાથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.નિષ્ણાંતો માની રહ્યા છે.સોનામાં ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કારણો છે. જેના કારણે સોનામાં હજુ ઘટાડો આવી શકે છે.