ભાવનગરનાં ઘોઘાના દરીયા ફરતે બનાવાયેલી પ્રોટેકશન દીવાલ છેલ્લા ઘણા વર્ષોથી તુટેલી હાલતમાં છે. જો આ દીવાલનું સમારકામ નહી કરાવવામાં આવે તો આગામી ચોમાસામાં દરીયાના ભરતીના પાણી શહેરમાં ઘુસી જવાની દહેશત છે.

ભાવનગર જીલ્લાને 125 કીલોમીટર લાંબો દરીયા કીનારો મળ્યો છે. જોકે અગાઉ મોટાભાગના બંદરો અહી ધમધમતા હતા. પરંતુ હાલ મોટાભાગના બંદરો નામશેષ થઈ ગયા છે. ભાવનગર નું ઘોઘા બંદર પણ આમાંનુ એક છે. ઘોઘા બંદર આમતો બારમાસી બંદર કહેવાતુ હતુ. અને અહીં ગામ દરીયાના કાંઠે જ આવેલુ હોઈ અહી દરીયા ફરતે પ્રોટેકશન દીવાલ બનાવવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી આ દીવાલ માંનો કેટલાક ભાગ ધોવાઈ ગયો છે. અને વારંવાર રજુઆત કરવા છતાં રીપેર કરાવવામાં આવતો નથી .