ગીર સોમનાથ જિલ્લાના નવા બંદરના દરિયામાંથી મરીન પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ..આ ચેકિંગ દરમિયાન મરીન પોલીસે બે શંકાસ્પદ બોટ પકડીને ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી.જો કે પાછળથી આ ફકત મોકડ્રીલ હોવાનુ જાણવા મળ્યુ હતુ.જેમાં અટકાયત કરાયેલ ત્રણેય વ્યક્તિઓ ચેતક કમાન્ડો અને કોસ્ટ ગાર્ડના જવાનો હોવાનુ સામે આવ્યુ હતુ.

ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારા પર ગેર કાનુની પ્રવૃત્તિ ન થાય તે માટે સમયાંતરે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે..આવી જ રીતે મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી .જેમાં મરીન પોલીસ, સ્થાનિક પોલીસ , કોસ્ટ ગાર્ડ અને નેવીના જવાનોએ સાથે ચેકિંગ હાથ ધર્યુ હતુ.