સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીની બોલબાલા છે.રાજકોટ જીલ્લાનાં વાંકાનેરના ફોટોગ્રાફર ભાટી.એન તેમની ફોટોગાફીથી સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. ભાટી એન.દ્રારા નરેન્દ્ર મોદીના અદભુત ફોટોગ્રાફ્સનું આજથી બે દીવસ આટૅ ગેલેરીમાં પ્રદસૅનનું આયોજન કરવામાં આવ્યુ છે.

નરેન્દ્ર મોદી છેલ્લા છ મહીનાથી દેશ એન દુનીયામાં સૌથી વધારે ચચૉમાં રહ્યાં છે.વોટસ અપ અને ફેઇસ બુકમાં સૌથી વધારે ફરતા ફોટો હોય તો નરેન્દ્ર મોદીના. રાજકોટ અને નરેન્દ્ર મોદીનો નાતો જુનો છે.વષૅ 2002માં રાજકોટની સીટ પરથી નરેદ્ર મોદી ચુંટણી લડયા હતા. ત્યારથી તેમની આજની પી.એમ સુધીની સફર વાંકાનેર તાલુકાના અગ્રીમ હરોળના ફોટોગ્રાફર ભાટી.એન.એ તેમના કેમેરામાં કંડારી છે. મોદીએ પ્રથમવાર શપથ લીધા ત્યારથી લઇને અત્યાર સુઘીની સફર…. રણોત્સવ, પતંગોત્સવ,જાહેર સભામાં દેશના મહાનુભાવો સાથેના ફોટો, જાહેરસભાઓ, ભાજપના આગેવાનો અને કાયૅકરો સાથેના ફોટાઓ.તરણેતરના મેળાના પાઘડીવાળા ફોટા,તેમની બેસવાની જુદી જુદી સ્ટાઇલના ફોટોઓ કેમેરામેને અદભૂત રીતે તેમના કેમરામાં કેદ કર્યા છે.