ભરૂચ તાલુકાના ઝનોર ગામે નવ વર્ષીય બાળકીને મગર ખેંચી જતા તેનુ મોત નીપજ્યુ છે.બાળકી તેજલ નદીમાં નાહવા પડી ત્યારે મગર તેને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે નાહવા પડેલ વ્યક્તિને મગર ખેંચી ગયો હોય તેવી બે દિવસમાં આ બીજી ઘટના છે. એક દિવસ પહેલા પણ ભાલોદ ગામ ખાતે નદીમાં નાહવા પડેલ એક એનઆરઆઈ યુવકને મગર ખેંચી ગયો હતો.