અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમા રહીશો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પોશ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા વધી છે.રહીશોના ઘરમાં પીવાનું પાણી પણ નથી. જેથી પરિવારોને હોટલમાં જમવાનો વખત આવ્યો છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સૂરમ્ય એપાટૅમેન્ટ અને દેવાંગ એપાટૅમેન્ટના રહીશોના ઘરમાં તો પીવાનું પાણી પણ નથી. છેલ્લા 15 દિવસમાં રહીશોના ઘરમાં પાણી નહી આવતા પાણી ભરવાના વાસણો ખાલી છે. એપાટૅમેન્ટની પાણીની ટાંકી પણ સૂકાઈ ગઈ છે. પાણી નહિ આવતા અનેક પરિવારોને હોટલમાં જઈને જમવાનો વખત આવ્યો છે.