ભાવનગરના દરિયાકાંઠે આવેલા ઘોઘા ગામમાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. અહીં મહી નદીનુંપાણી મહિને એક વખત મળે છે. તંત્રનું કહેવું છે કે, જૂની પાઈપલાઈનને કારણે પૂરતું પાણી મળતું નથી.
મહિલાઓ માથે બેડા લઈને પાણી ભરવા ક્યાંય દૂર જાય. આવા દૃશ્યો સૌરાષ્ટ્રમાં રોજના છે. આ દૃશ્યો ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા ઘોઘા ગામના છે. મહિલાઓને ઘરના કામકાજ કરતાં પાણીની ચિંતા વધારે છે. અને અડધો દિવસ તો પાણીની વ્યવસ્થા કરવામાં નીકળી જાય છે. કેમકે આ ગામમાં મહિને એક વખત જ પાણી આવે છે. અહીં 18થી 20 હજારની વસ્તી છે. તેની સામે પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. મહિલાઓને દૂર તળાવમાંથી બેડા ઉંચકીને પાણી લાવવુ પડે છે. તો લોકોને પૈસા ખર્ચીને પણ પાણી માટે વ્યવસ્થા કરવી પડે છે.