દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા અને ચર્ચા તો ઘણી થાય છે પરંતુ ઘરઆંગણે પર્યાવરણનું નિકંદન કાઢતા એકમોને આપણી સરકારો મુકત મને ચાલવા દે છે. શું માત્ર ચિંતા કરવાથી પ્રદૂષણ ઘટી જશે ખરું..ના… જો પ્રદૂષણ ઘટાડવું હશે અને કુદરતી પ્રકૃતિને બચાવવી હશે તો લેવા પડશે મક્કમ નિર્ણયો. કેમ કે ઘર આંગણે જ ઘણી કંપનીઓ કુદરતી સંતુલન ખોરવીને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં કરી રહી છે. જેમાં ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકો