India to raise import duty on sugar, promote exports


રેલભાડું વધાર્યા બાદ હવે મોદી સરકાર દેશવાસીઓને વધુ બે ઝટકા આપવાની તૈયારીમાં છે. આમાંનો પહેલો ઝટકો હશે ખાંડના ભાવમાં વધારાનો. સરકાર ખાંડની ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરવાનું વિચારી રહી છે. એટલે કે જો ખાંડ પર ઈમ્પોર્ટ ડયૂટી વધી તો ખાંડના ભાવ પણ વધશે. જ્યારે બીજો ઝટકો હશે પ્રાકૃત્તિક ગેસની કિંમતમાં વધારાનો..

Video

FARMERS EMPLOYMENT DISRUPT DUE TO ONGC NEGLIGENCE, KHEDA


આજથી ત્રીસ-ચાલીસ વર્ષ અગાઉ જ્યારે ખેડૂતોને એવું માલૂમ પડયું કે તેમની જમીન નીચે ખનીજ સંપદા દટાયેલી છે અને આ સંપદા ક્રુડ ઓઇલના સ્વરૂપમાં છે. આ સંપત્તિ દેશના વિકાસ માટે વપરાવાની હતી અને ખેડૂતોને તેના બદલામાં વળતર મળવાનું હતું. અફસોસ કે દેશને ચાલીસ વર્ષથી ક્રુડ ઓઇલ તો મળી રહ્યું છે. પણ ખેડૂતોની જમીન બંજર બની ગઈ છે. એટલું જ નહીં ONGCની બેદરકારીના પરિણામે ખેડૂતોની રોજી છીનવાઈ જવા છતાં કંપની કે સરકારી તંત્ર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આખરે વખાના માર્યા ખેડૂતો અદાલતના શરણે થયા છે.

Video

MALPRACTICE COME OUT OF THE BHAVNAGAR HOUSING BOARD


ઘરના ઘરની યોજનામાં ડ્રોની ગેરરીતિ બહાર આવી અને ગુજરાત હાઉસિંગ બોર્ડે દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો. સત્ય એ છે કે જે ખાનગી એજન્સી કસૂરવાર ઠરી છે તેને ગુજરાત હાઉસિંગ બોર્ડે જ પસંદ કરી હતી. ડ્રો ગેરરીતિમાં હાઉસિંગ બોર્ડના ચેરમેન ભલે કહેતા હોય કે ખાનગી એજન્સીના કારણે બોર્ડની છબિ ખરાબ થઈ. હકીકત એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની મથરાવટી પહેલેથી જ મેલી છે. આજે VTV એક એવા કૌભાંડ પરથી પડદો ઉઠાવી રહ્યું છે જેમાં ગરીબોના 9 કરોડ સગેવગે થઈ ગયા છે.

Video

people harass to ONGC in Mehasana


છેલ્લાં 40 વર્ષથી ONGCના કૂવાઓને કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતો પરેશાન છે. તેમની સમસ્યાઓ વર્ષોથી વણઉકેલી છે. ત્યારે તેમની કેટલીક માગો છે. જેના માટે તેઓ હવે હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવાની તૈયારી કરી રહ્યા છે.

Video

FOOD POISONED OF 40 WORKER IN BOROSIL COMPANY BHARUCH


ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ બોરોસીલ કંપનીના કેન્ટીનમાં નાસ્તો કરતા કામદારો ફૂડ પોઇઝનીંગના શિકાર બનતા દોડધામ મચી ગઇ હતી. 15 થી વધુ કામદારોને ઝાડા-ઉલટી થઈ જતા સારવાર અંર્થ઼ે ભરૂચની સિવિલની હોસ્પીટલમાં ખસેડાયા હતા.

Video

CONTROVERSY ON AMBUJA COMPANY, JUNAGADH


ગુજરાત અંબુજા સિમેન્ટ સામે છેલ્લા 11 દિવસથી કોડીનાર મામલતદાર કચેરી ખાતે ધરણાં કરી રહેલા ખેડુત પરિવારની સ્થિતિ દયનીય બની છે. પરંતુ અંબુજાના દબદબાના કારણે 11 દિવસ વિત્યા બાદ પણ તંત્ર દ્વારા આ પરિવારની કોઇ ભાળ લેવાઈ નથી. ત્યારે સરકારી બાબુઓ સામે શંકા કુશંકા વ્યકત કરાઈ રહી છે.

Video

Sai Baba not a God, wrong to worship him: Shankaracharya


ધર્મગુરુ શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ ખૂબ વિવાદિત નિવેદન આપી દીધુ છે. તેમણે કહ્યુ છે કે, શિરડીના સાંઈ બાબની પુજા ખોટી રીતે કરવામાં આવી રહી છે. આટલુ જ નહી શંકરાચાર્યએ તો સાંઈ બાબાના મંદિરને બનાવવાની વાતને પણ ખોટી ગણાવી છે. સ્વામી શંકરાચાર્યનું માનવામાં આવે ચો સાંઈના મંદિરના નામે માત્ર પૈસા એકત્ર કરવામાં આવે છે જ્યારે સાંઈ બાબા તો ભગવાન છે જ નહીં.

Video

India to get Swiss bank detail; SIT readies for further action


સ્વિસ બેંકોમાં કાળું નાણું જમા કરાવવાનારા ભારતીયોની યાદી મુદ્દે સ્વિટ્ઝર્લેન્ડ સરકારે ભારત સરકારને હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.આ વાત કરી છે નાણામંત્રી અરુણ જેટલીએ… પહેલા એવા સમાચાર આવ્યા હતા કે,પોતાના દેશની બેંકોમાં નાણા જમા કરાવાના ભારતીયોની યાદી સ્વિસ સરકાર,ભારત સરકારને સોંપશે. જેટલીએ કહ્યું કે,કાળું નાણું પરત લાવવા માટે ભારત સરકાર સ્વિટ્ઝર્લેન્ડની સરકારને પત્ર લખશે.

Video

‘MAMERU’ OF GOD JAGANNATH, AHMEDABAD


અમદાવાદમાં સરસપુર વિસ્તારમા રણછોડરાયજીના મંદિરમા ભગવાનના મામેરાના દશૅન કરવા માટે માનવ મહેરામણ ઉમટયુ છે. ભગવાન જગન્નાથ, શુભદ્દાજી અને બલરામના મામેરાની વસ્તુ નિહાળવા અને ભગવાનને લાડ લડાવવા માટે ભકતો ખૂબ જ ઉત્સાહી છે. અને સરસપુરમા એક પવૅ જેવો માહોલ સજાયો છે.

Video

Efforts to preserve the Narmada dam water level


નર્મદા બંધ ગુજરાતની જીવા દોરી કહેવાય છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. છતાં હાલ વિજ મથકો બંધ રાખીને પણ ડેમમાં પાણીનું લેવલ સાચવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

Video

Previous Older Entries

Blog Stats

  • 516,741 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: