ગુજરાત અંબુજા સિમેન્ટ સામે છેલ્લા 11 દિવસથી કોડીનાર મામલતદાર કચેરી ખાતે ધરણાં કરી રહેલા ખેડુત પરિવારની સ્થિતિ દયનીય બની છે. પરંતુ અંબુજાના દબદબાના કારણે 11 દિવસ વિત્યા બાદ પણ તંત્ર દ્વારા આ પરિવારની કોઇ ભાળ લેવાઈ નથી. ત્યારે સરકારી બાબુઓ સામે શંકા કુશંકા વ્યકત કરાઈ રહી છે.