રાજકોટ જિલ્લાના વિવિધ ડેમનું પાણી હવે ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે નહીં. વરસાદ ખેંચાતા આ નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં લેવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડયું છે. રાજકોટ જિલ્લાના વિવિધ ડેમમાં જુલાઈ મહિના સુધીનો જ પાણીનો પુરવઠો છે. આવા સંજોગોમાં વરસાદ ખેંચાતા આગામી દિવસોમાં જળસંકટ વધુ વણસે તેવી શક્યતા છે.