આજથી ત્રીસ-ચાલીસ વર્ષ અગાઉ જ્યારે ખેડૂતોને એવું માલૂમ પડયું કે તેમની જમીન નીચે ખનીજ સંપદા દટાયેલી છે અને આ સંપદા ક્રુડ ઓઇલના સ્વરૂપમાં છે. આ સંપત્તિ દેશના વિકાસ માટે વપરાવાની હતી અને ખેડૂતોને તેના બદલામાં વળતર મળવાનું હતું. અફસોસ કે દેશને ચાલીસ વર્ષથી ક્રુડ ઓઇલ તો મળી રહ્યું છે. પણ ખેડૂતોની જમીન બંજર બની ગઈ છે. એટલું જ નહીં ONGCની બેદરકારીના પરિણામે ખેડૂતોની રોજી છીનવાઈ જવા છતાં કંપની કે સરકારી તંત્ર કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આખરે વખાના માર્યા ખેડૂતો અદાલતના શરણે થયા છે.