અમદાવાદમાં કરાઈ ખાતે હથિયારધારી PSI અને ઈન્ટેલિજન્સ ઓફીસરનો દિક્ષાંત સમારોહ યોજાઈ ગયો. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સમારોહમા પોલીસ વિભાગની ભરતીમા 33 ટકા મહિલા અનામતની જાહેરાત કરી હતી. આ દિક્ષાંત સમારોહમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.