રેલભાડું વધાર્યા બાદ હવે મોદી સરકાર દેશવાસીઓને વધુ બે ઝટકા આપવાની તૈયારીમાં છે. આમાંનો પહેલો ઝટકો હશે ખાંડના ભાવમાં વધારાનો. સરકાર ખાંડની ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો કરવાનું વિચારી રહી છે. એટલે કે જો ખાંડ પર ઈમ્પોર્ટ ડયૂટી વધી તો ખાંડના ભાવ પણ વધશે. જ્યારે બીજો ઝટકો હશે પ્રાકૃત્તિક ગેસની કિંમતમાં વધારાનો..