ઈરાકમાં ISISના આતંકવાદીઓએ વધુ એક શહેર પર કબજો જમાવી લીધો છે. આતંકવાદીઓએ ઈરાકની રાજધાની બગદાદની પશ્ચિમોત્તર સ્થિત રાવા શહેર પર કબજો કરી લીધો છે. અંબાર પ્રાંતના રાવા શહેરના મેયર હુસૈન અલી અલ ઔજેલે જણાવ્યું કે આતંકવાદીઓએ શહેર પર કબજો કરીને સ્થાનિક સૈન્ય અને પોલીસને શહેરમાંથી બહાર કાઢી દીધી છે.