ઘરના ઘરની યોજનામાં ડ્રોની ગેરરીતિ બહાર આવી અને ગુજરાત હાઉસિંગ બોર્ડે દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો. સત્ય એ છે કે જે ખાનગી એજન્સી કસૂરવાર ઠરી છે તેને ગુજરાત હાઉસિંગ બોર્ડે જ પસંદ કરી હતી. ડ્રો ગેરરીતિમાં હાઉસિંગ બોર્ડના ચેરમેન ભલે કહેતા હોય કે ખાનગી એજન્સીના કારણે બોર્ડની છબિ ખરાબ થઈ. હકીકત એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની મથરાવટી પહેલેથી જ મેલી છે. આજે VTV એક એવા કૌભાંડ પરથી પડદો ઉઠાવી રહ્યું છે જેમાં ગરીબોના 9 કરોડ સગેવગે થઈ ગયા છે.