જુનાગઢના માંગરોળમાં વધારે એક સિંહબાળનું મોત થયું છે. આ સિંહબાળનું કિડની ફેઇલ થવાને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. છેલ્લા પાંચ દિવસમાં સિંહના મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. વધું એક સિંહબાળના મોતના પગલે પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.